Morbi: મોરબીના રાજ્ય એવોર્ડ વિજેતા શિક્ષક નુ થયું 54મુ સન્માન કરવામાં આવ્યુ.

   Morbi: મોરબીના રાજ્ય એવોર્ડ વિજેતા શિક્ષક નુ થયું 54મુ સન્માન કરવામાં આવ્યુ.


જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા આયોજિત “ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન” ૨૦૨૪ બનાવેલ ગૂગલ ફોર્મમાથી કુલ ૧૪૮ શિક્ષકોમાંથી પસંદગી સમિતિના સભ્યો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરતાં શિક્ષકોની પસંદગી કરવામાં આવેલ છે. જેમાં મોરબીના સભારવાડી પ્રાથમિક શિક્ષક શ્રી વિજયભાઈ દલસાણીયાની પસંદગી થતાં કલોલ ખાતે તા. ૧૨/૦૫/૨૦૨૪ ના રોજ આયોજિત કાર્યક્રમમાં શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોમાથી પસંદગી કરવામાં આવી.ગર્વ સાથે તા.12/05/2024 ના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ હોલ ખાતે માનનીય શ્રી પુલકિત જોશી સાહેબના(મદદનીશ સચિવ ગુજરાત અનેઉ.શિ.બોર્ડ ગાંધીનગર ) અને સન્માનીય શ્રી તખુભાઈ સાંડતુર સાહેબના(શિક્ષણવિદ અને કેળવણીકાર, ભાવનગર) હસ્તે ગર્વ સાથે સન્માન કરવામાં આવ્યું.વિજયભાઈ દલસાણીયા શિક્ષણના ક્ષેત્રમાં 54 મુ સન્માન પ્રાપ્ત કર્યું છે. તેમને આ સન્માન શિક્ષણના ક્ષેત્રમાં કરેલ અનેકવિધ કામગીરી,વર્ગ, શાળા આને બાળકોના વિકાસમાં કરેલા ભગીરથ કાર્ય બદલ આ સન્માન માટે પસંદગી કરી, સન્માન કરવામાં આવ્યું. આ તકે વિજય દલસાણીયાએ જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈનનો આ સેવાર્થે કાર્ય અર્થ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Comments